ગ્રે અને કાપડ બજારમાં કામકાજ નથી, છતાં યાર્નના ભાવો વધી રહ્યાં છે

-કારખાનેદારો ખરીદી કરે તે માટે તેજી આવશે ત્યારે યાર્નના ભાવ પણ વધી જશે તેવું આભાસી ચિત્ર ઉભું કરવા પેરવી -


August 01, 2021 ગ્રે અને કપડાં બજારમાં છેલ્લા દોઢ-બે મહિનાથી કોઈ કામકાજ નથી ગ્રે વેચાતું નહીં હોવાને કારણે જ કારખાનેદારોને એક પાળી ચલાવવી પડી રહી છે. આમ છતાં છેલ્લાં, પંદર દિવસથી યાર્નના ભાવ વધારવામાં આવી રહ્યાં છે. વધેલા ભાવે ખરીદી નથી, તેમ છતાં એક સપોર્ટ મળે તે હેતુથી ભાવ વધારી રહ્યાં છે.

ભાવ વધારવા પાછળ એક માનસિક દબાણ કારખાનેદારો પર આડકતરી રીતે ઊભું કરવામાં આવી રહ્યું છે. કારખાનેદારોએ ગ્રે નહિ વેચાતું હોવાથી અને માલનો સ્ટોક થઈ રહ્યો હોવાથી, ખપપૂરતી ખરીદી કરી રહ્યાં છે. કારખાનેદારો ઉપર માલ વેચવાનું જેટલું દબાણ છે, તેનાથી પણ વધુ દબાણ સ્પિનર્સ અને ડિલર્સ ઉપર છે.

કાપડ બજારમાં કામકાજ વધતાં તેજી આવશે અને તેને પગલે પગલે યાર્નના ભાવ પણ આપોઆપ વધી જશે, એવું એક આભાસી ચિત્ર ઊભું કરીને ગમે તે રીતે કારખાનેદારો યાર્નની ખરીદી કરે એવા પ્રયાસો થઈ રહ્યાં છે. એક વરસ પહેલાં ચોક્કસ ડેનિયરના ભાવ રુ. 75 આસપાસ હતાં, આજે એ વધીને રુ 175 થયાં છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્ડ અને મેલ્ટના ભાવ અને કન્વર્ઝન ચાર્જીસ ઉમેરીને પડતલર ગણવામાં આવે તો પણ યાર્ન સસ્તું મળી શકે એમ છે. પરંતુ સસ્તું યાર્ન આપવામાં આવે તો વધુ સસ્તુ માંગવાનું શરૃ થાય અને તેથી જ હંમેશા ભાવોમાં વધારો કરીને માલ વેચવાનો પ્રયત્ન કરવામાં આવે છે.


Share to ....: 195    


Most viewed


Short Message Board

Weather Forecast India

Visiter's Status

Visiter No. 31712727

Saying...........
Misery no longer loves company; nowadays it insists on it.





Cotton Group