કોવિડનું જોર ઘટયું છતાં કાપડ બજારમાં ઘરાકીનો અભાવ

... -


August 02, 2021 કોવિડનું જોર ઓછું થવા લાગ્યું છે એમ છતાં કાપડબજારમાં ઘરાકી જોઈએ તેવી નથી. માત્ર ૪૦ થી ૫૦ ટકા ઘરાકી ચાલુ છે. લોકલના વેપારીઓ જૂની ઉઘરાણી સુલટાવવામાં પડયા છે. બહારગામના વેપારીઓને નવો માલ મોકલો તો જ જૂના પૈસા આપે છે. વેપારીઓના સેલ્સમેનો સેમ્પલો લઇને દેશાવર ફરે છે અને પૈસા વસૂલ કરવાની કોશિષ કરે છે.

અમદાવાદ મહાજને હોમ મિનિસ્ટરને મળીને 'સીટ'ની રચના કરાવી છે. ખાસ તો મુંબઈ, દિલ્હી, પંજાબ, ચેન્નાઈ અને બેંગલોરના જે વેપારીઓના પૈસા બાકી છે તેમની પાસેથી રકમ વસૂલ કરવાની કામગીરી સીઆઈડીના માણસો કરતા હોવાનું કહેવાય છે. પોલીસના ડરથી સારા વેપારીઓ પૈસા આપી દે છે. પરંતુ કાપડની ઉઘરાણી કરવાની સત્તા તેઓને છે કે કેમ તે અંગે પૂરી જાણકારી મળી નથી. પોલીસના જવાથી બે કરોડ રૂપિયાની ઉઘરાણી આવી છે અને બાકીની રકમ મેળવવા માટે પોલીસ સક્રિય છે.

માર્કેટમાં દરેક આઈટમોના ભાવ ૩ થી ૫ ટકા વધી ગયા છે એટલે લોકો સાવચેતીથી કામ કરે છે અને જરૂર પૂરતો જ માલ લે છે. અમુક અમુક જગ્યાઓએ તો મિલોમાં જ્યાં જૂના બુકીંગ છે. ત્યાં વેપારીઓએ નાણાંભીડ હોવાનું જણાવી માલ આવતા મહિને ઉપાડવાની વાત કરી હતી. પરંતુ મિલોએ એક્સટેન્સન આપવાનું રદ કર્યું હતું અને તેમના સોદા કેન્સલ કર્યા હતા.

માર્કેટની મેન્ટાલીટી થોડી સુધરી છે પરંતુ નાણાભીડ એટલી છે કે લોકો ત્રાસી ગયા છે. કેશ પેમેન્ટ- આરટીજીએસથી જે માલ વેચાય છે તે વેપારીઓ કસીને લે છે. હાલમાં પ્રોસેસ હાઉસોમાં ૬૦ થી ૬૫ ટકા કામ છે. જો કે તેઓ કામ કરવાના મૂડમાં નથી.

ઇચલકરંજીમાં સખત વરસાદ પડયો હોવા છતાં ત્યાં કામકાજ યથાવત રહ્યું છે કેમકે લૂમો ઊંચાઈ ઉપર હોવાથી કોઈ નુકસાન થયું નથી. ત્યાં પ્રોડકશન સતત ચાલુ હતું. ઇચલકરંજીમાં પણ નાણાભીડ સખત છે અને ત્યાં વિવરો આરટીજીએસ કેસ પેમેન્ટ માગતા હતા તેઓ હવે ૩૦ થી ૫૦ દિવસની ઉધારી આપતા થઈ ગયા છે. ઇચલકરંજીનો જે માલ અમદાવાદ જાય છે તેના ૭૦ થી ૮૦ ટકા પેમેન્ટ ત્રણ મહિના પહેલા આવતા નથી. વિવરો પેમેન્ટ બાબતે કકળાટ કરે તો થોડું વ્યાજ આપી દેવામાં આવે છે. પેમેન્ટ પોઝીશન ખરાબ છે.

સાઉથની મિલો આરટીજીએસ કેશથી માલ વેચતી હતી તેને બદલે તેમણે પણ ૪૫ દિવસ પેમેન્ટમાં માલ વેચવાનું ચાલુ કરી દીધું છે. વીવરો એટલા હોશિયાર થઈ ગયા છે કે સ્ટોક પડયો હોય તો પણ યાર્નના આજના ભાવના હિસાબે ગણીને કોસ્ટિંગ કરીને આપે છે. કેશ પેમેન્ટની વાત તો બે રૂપિયા આગળ પાછળ કરી સોદો પતાવે છે.

અત્યારે સૌથી વધુ ખપવામાં રેયોન ૬૩'' ૫નો ૩૦ટ૩૦ (૧૬.૫૦ થી ૧૭ કિલો) ગ્રેના ભાવ વધીને રૂ.૪૪ બોલાતા થઈ ગયા છે. રેયોન નાના ૫ના (૪૮)નો ભાવ રૂ.૩૪ જેવો બોલાય છે. આ જ રીતે ૪૦ટ૪૦, ૧૩૨ટ૭૨ પોપલીનના ઊંચામાં ભાવ રૂ.૮૨ સુધી બોલાઈ ગયા છે પરંતુ એ માલ ૮૦ રૂપિયામાં મલી રહે છે. જોકે, ગરજાઉ મિલ કે જેમનું ઉત્પાદન વધુ છે તેઓ કેશ પેમેન્ટમાં ૭૬ રૂપિયામાં માલ આપી દે છે. પોપલીનનું (૫૩ ૫નો) (૪૦ટ૪૦, ૧૨૪ટ૭૨) છેલ્લે ૭૬ રૂપિયામાં વેચાણ થયું છે. કોટન લિનની પીક એન્ડ પીક ૨૫ ટકા લિનન સારો માલ જ બ્રાન્ડોમાં જાય છે તે ૯૫ રૂપિયા સુધી વેચાયો છે. તેમાં માલની ડિમાન્ડ થોડી ઘટી છે. એક્ષ્પોર્ટમાં અત્યારે ૪૦ટ૪૦, ૧૩૨ટ૭૨ પોપલીનની સારી ડિમાન્ડ છે અને અમુક જાણીતી મિલો એક્ષ્પોર્ટમાં બુક છે. ૪૦ટ૪૦, ૫૦ટ૫૦ અને ૬૦ટ૬૦ માં જે ડોબીઓ ચાલતી હતી તેમાં હવે ફાઈનલ કાઉન્ટમાં ડોબીના પ્રોગ્રામ આવતા નથી અને હવે ૩૦ અને ૪૦ કાઉન્ટમાં ડોબીના પ્રોગ્રામ આવે છે. ઇન્ડિગો ચેક્સ કે જે બહુ ચાલતી હતી તેનું ચલણ હમણાં ઓછું થઈ ગયું છે અને તેમાં બધા વિવરો પાસે સારો એવો સ્ટોક

થઈ ગયો છે.

મુંબઈની પેમેન્ટ સાઈકલમાં ઘણો સુધારો થયો છે અને લોકોના જૂના માલના પેમેન્ટો લગભગ ૮૦ ટકા જેટલા નીકળી ગયા છે.

મુંબઈની માર્કેટ ધીમે ધીમે રેગ્યૂલર થઈ રહી છે. મુંબઈના વેપારીઓનું માનસ, સ્ટ્રેટફોરવર્ડ હોવાથી અમદાવાદના પ્રોસેસ હાઉસો અને મિલો મુંબઈમાં કામ કરવાનું વધુ પ્રીફર કરે છે. મુંબઈ ૫ ઓગસ્ટથી ગાર્મેન્ટ ફેરની શરૂઆત થશે તેમાં કેવો રિસ્પોન્સ આવે છે અને કઈ આઈટમોમાં ડિમાન્ડ નીકળે છે તેના ઉપર આવતા સપ્તાહે આઈડિયા મળી શક્શે કે કઈ કવોલીટી ચાલશે. અત્યારે માર્કેટ ૬૦ થી ૭૦ ટકા લાઈકા આધારિત કપડાની ડિમાન્ડ વધારે છે અને ધીમે ધીમે તેનું ચલણ વધતું જશે. લોકો માટે લાઈકા કાપડના વસ્ત્રો પરિધાન કરવાનું અનુકૂળ રહેશે.

કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તો માર્કેટ સરસ ચાલશે અને લહેર આવશે તો ઉભા સોદા કેન્સલ થશે. જોકે, લોકો પહેલાની જેમ પૈસાની રામાયણમાં પડવા ઇચ્છતા નથી.


Share to ....: 57                

Currency

World Cotton Balance Sheet

India Cotton Balance Sheet

Visiter's Status

knowledge management

Weather Forecast India

how to add shortcut on chrome homepage - www.cottonyarnmarket.net


Upload your business visiting Card:
No Image