સુરત : ટેક્સટાઈલના 158 વેપારીને ચૂનો ચોપડ્યો, 25 કરોડથી વધુની છેતરપિંડી કરનાર પેઢીની ગૃહમંત્રી સંઘવ

Surat News : સુરતના 158 ટેક્સટાઈલ વેપારીઓ સાથે છેતરપિંડી કરી અને રાતો રાત તાળા મારીને ગાયબ થઈ જતા મહાઠગો સામે કાર્યવાહીની માગ કરાઈ હતી.કુલ 158 જેટલા વેપારીઓનીં 25 કરોડ કરતાં વધારે ફસાયા હોવાનું સામે આવ્યું -


May 15, 2022 સુરતમાં ટેક્સ્ટાઇલ માર્કેટનું (Surat Textile Market) સૌથી મોટું હબ (Textile Hub of Surat) આવેલું છે ત્યારે આ માર્કેટમાં કેટલાક લેભાગુ તત્વો વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ લીધા બાદ દુકાન બંધ કરી ઉઠમણું કરીને ફરાર થઈ જાય છે. તાજેતરમાં ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીઓ (Global Textile Market surat Fruad Cases) દ્વારા ઉઠમણા કરવાની ઘટના સામે આવી હતી. સુરતના અલગ-અલગ વેપારીઓ પાસેથી 25 કરોડ કરતાં વધારેની રકમનું ઉઠમણું થયું હોવાનું સામે આવતા વેપારીઓ દ્વારા આજે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને (Home Minister Harsh Sanghavi) રજૂઆત કરવા તેમની ઓફિસે પહોંચ્યા હતા. હર્ષ સંઘવી દ્વારા વીડિયો કોન્ફરન્સના મારફતે હાજર તમામ વેપારીઓને ઉઠમણા કરનારને ઝડપી પાડવા માટેનું આશ્વાસન આપ્યું છે.

સુરતના રિંગરોડ પર આવેલી કાપડ માર્કેટ આમ તો દેશની સૌથી મોટી કાપડ નું બજાર છે જ્યારે અન્ય કેટલાક અસામાજીક તત્વો વેપારી બનીને દુકાન ખોલી વેપારીઓનો વિશ્વાસ કેળવી અને કરોડો રૂપિયાનો માલ લઈને રફૂચક્કર થઈ જાય છે જેને લઇને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.

આવા લેભાગુ વેપારીઓથી કંટાળેલા સુરતના વેપારીઓએ અનેક વખત સરકારમાં રજૂઆત કરી છે ત્યારે તાજેતરમાં જ દરવાજા પર આવેલી ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેમાં થોડા દિવસ પહેલા દુકાન ભાડે રાખ્યા બાદ દલાલ મારફતે અલગ-અલગ વેપારીઓ પાસેથી માલ ખરીદી દુકાન બંધ કરી કરોડો રૂપિયાનું પેમેન્ટ કર્યા વગર પેઢી નાસી ગઈ હોવાની વિગતો સામે આવતા વેપારીઓ દોડતા થઇ ગયા હતા.

સુરતના 158 કરતા વધારે વેપારીઓ સાથે ચિટીંગ

સુરતના 158 કરતા વધારે વેપારીઓ સાથે સંપર્ક કરીને પહેલાં વિશ્વાસ મેળવ્યો હતો. ત્યારબાદ ઉઠમણું કરીને ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં આવેલી ઓફિસને તાળા મારી દેવાયા હતા. જ્યારે વેપારીઓ દ્વારા પોતાને નીકળતી રકમ ને લેવા માટે ફોન કરવામાં આવ્યા હતા ત્યારે તેમના ફોન સ્વીચ ઓફ આવતા હતા.

જોકે વેપારીઓ આ મામલે સતત પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યા છે ત્યારે વેપારીઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. તેમના જેટલા પણ ગોડાઉન છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કરીને ત્યાંથી કોઈ કાપડનો માલ સગેના કરી શકે.

સંઘવીએ આપી હૈયા ધરપત

પોલીસ કમિશનરને પણ આ સમગ્ર પ્રકરણમાં ઝડપથી તપાસ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. માર્કેટમાં વિશ્વસનીય વાતાવરણ બની રહે તેના માટે આવા ઠગ ટોળકીને ઝડપી પાડવા માટે સુરત પોલીસ સક્રીય થાય તે દિશામાં કામ કરશે. આ પ્રકારની હૈયા ધરપત પણ સંઘવીએ આપી છે.


તપાસના ચક્રો ગતિમાન

આ ઠગ ટોળકી દ્વારા કરોડો રૂપિયાનું ઉઠમણું કર્યું છે. તેના કારણે ટેક્સ્ટાઇલ માર્કેટમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. જે દલાલ મારફતે વેપારીઓનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વાસ આપ્યો છે કે, તમામ વેપારીઓનું ઝડપથી નિરાકરણ લાવશે. સુરત પોલીસ પણ આવા ઠગ ટોળકીને ઝડપી પાડવા માટે ઝડપથી કામ કરી રહી છે. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીને મળ્યા બાદ પોલીસ કમિશનરને પણ અમે આ બાબતે રજૂઆત કરવા જઈ રહ્યા છે.


Share to ....: 252    


Most viewed


Short Message Board

Weather Forecast India

Visiter's Status

Visiter No. 31676288

Saying...........
Men, their rights, and nothing more; women, their rights, and nothing less.





Cotton Group