કાપડ ઉદ્યોગ ખરાબ સ્થિતિમાં:‘કાપડ ઉદ્યોગ છેલ્લાં 3 વર્ષની ખરાબ સ્થિતિમાં, ટફની સબસિડી ચાલુ કરો’

‘GSTના સ્લેબમાં ફેરફારથી કાપડ ઉદ્યોગને વિપરિત અસર થશે’
ફોગવાએ કેન્દ્રીય બજેટ માટે નાણાંમંત્રાલયને સૂચનો મોકલ્યા -


January 20, 2023 ટફની સબસિડી જે બંધ થઈ ગઈ છે તેને શરૂ કરવા માટે ફોગવા (ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એશોસિએશન) દ્વારા નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી છે. 1લી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રિય નાણામંત્રાલય દ્વારા કેન્દ્રિય બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે શહેરના વિવિધ એસોસિએશન અને સંસ્થાઓ દ્વારા વિવિધ માંગણીઓ અને સજેશન સરકારને મોકલવામાં આવ્યા છે.

ત્યારે ફોગવા દ્વારા પણ વિંવિગ ઉદ્યોગની સમસ્યાઓનું સમાધાન કરવા માટે કેન્દ્રિય નાણામંત્રાલયને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘પોલિએસ્ટર કાપડની સમગ્ર ચેઈનમાં જીએસટીના દરમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. હાલ કેટલાક લોકો એક જ દરથી જીએસટી રાખવા માટે ખોટી રીતે પ્રયાસો કરી રહ્યા છે.

અને સમગ્ર પોલીએસ્ટર કાપડ ચેઈનને 5 ટકા જીએસટીના સ્લેબમાં લાવવાની માંગ કરી રહ્યા છે. જો જીએસટીના સ્લેબમાં ફેરફાર કરવામાં આવશે તો સમગ્ર કાપડ ઉદ્યોગ પર તેની અસર પડશે. કાપડ ઉદ્યોગ છેલ્લાં 3ની સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.

ટફ યોજનાને 30 ટકાની સબસીડી સાથે ફરીથી ચાલુ કરવા રજૂઆત કરાઇ છે. ચીન વાયા વિયેતનામ - બાંગ્લાદેશથી ગ્રે અને ફિનિશ્ડ કાપડ ભારતમાં મોકલે જેથી સ્થાનિક કાપડ ઉદ્યોગ પર વિપરીત અસર પડી રહી છે. ચીનની આ નીતિથી બચવા કડક મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.’

વીવિંગના અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી છે
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યુ હતું કે, ‘ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના અને ખાસ કરીને વિવિંગ ઈન્ડસ્ટ્રીના અનેક પ્રશ્નો છે, જેને લઈને નાણામંત્રીને પત્ર લખી બજેટમાં આ પ્રશ્નોનું સમાધાન કરવા રજૂઆત કરવામાં આવી છે.


Share to ....: 208    


Most viewed


Short Message Board

Weather Forecast India

Visiter's Status

Visiter No. 31698635

Saying...........
Military intelligence is a contradiction in terms.





Cotton Group