ઉમરાળા તાલુકાના ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ આપવા પ્રબળ માંગ

.... -


February 03, 2024 ઉમરાળા : ઉમરાળા તાલુકાના ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ આપવા પ્રબળ માંગણી ઉઠી છે. ખેડૂતોને આ વર્ષે વધુ ખર્ચ, ઓછું ઉત્પાદન થવાથી મણદીઠ ૧૯૦૦થી ૨૦૦૦ રૂપિયા ઉપજે તો જ પરવડે તેમ છે.
ઉમરાળા તાલુકામાં મુખ્ય વાવેતર કપાસનું થાય છે. સામાન્ય ચોમાસામાં કપાસનો ઉત્પાદન ખર્ચ અન્ય પાકોની તુલનાએ વધુ થતો હોય છે. તેમાંયે ગત ચોમાસાના શરૂઆતના મહિનાઓમાં સતત અને સામાન્યથી વધુ વરસાદ વરસવાથી નિંદામણની મજૂરી, આંતરખેડ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે પાછળ ખેડૂતોએ વધુ પડતો ખર્ચ કરવો પડયો હતો. આવો ખર્ચ કર્યા પછી ચોમાસાના અંતિમ ચરણમાં કપાસના મોલ/ફાલ માટે જરૂરી વરસાદ ન થવાથી કપાસનું ઉત્પાદન ઓછું થયું છે. આ રીતે વધુ ખર્ચ અને ઓછું ઉત્પાદન થયા પછી કપાસના ભાવ ગગડી જતાં આ પંથકના ખેડૂતો માટે પડયા પર પાટું જેવું થયું છે. ગત દિવાળી આસપાસ કપાસનો મણદીઠ ભાવ રૂા.૧૫૦૦ જેવો હતો. ઉત્પાદન ખર્ચની તુલનાએ આ ભાવ ઓછા હોઈ, પોષણક્ષમ ભાવ મળવાની આશાએ કપાસ રાખી મૂકનાર ખેડૂતોએ હતાશ થવું પડયું છે, કારણ કે, ભાવ વધવાના બદલે ગગડી ગયા છે. કપાસના આ વર્ષના ઉત્પાદન ખર્ચની તુલનાએ મણદીઠ રૂા.૧૯૦૦થી ૨૦૦૦ ઉપજે તો જ પરવડે તેમ હોવાનું કપાસના ઉત્પાદકોનું કહેવું છે. પોષણક્ષમ ભાવ મળે તેવો પ્રબંધ સરકાર કરે તેવી ખેડૂતોની માંગ પ્રત્યે હજુ સુધી ધ્યાન અપાયું નથી. આથી આ વિસ્તારના કપાસ ઉત્પાદકોમાં હતાશા ફેલાઈ છે.


Share to ....: 209    


Most viewed


Short Message Board

Weather Forecast India

Visiter's Status

Visiter No. 33510946

Saying...........
Pro is to con as progress is to Congress.





Cotton Group