સફેદ સોનાના જાણો ભાવ, અમરેલી APMCમાં મગફળીના આટલા રૂપિયા ખડૂતોને મળ્યાં

... -


November 28, 2023 અમરેલી: અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળીનું વાવેતર કર્યું હતું. અમરેલી યાર્ડમાં મોટી મગફળીનાં 1,355 રૂપિયા ભાવ રહ્યો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 999 રૂપિયાથી લઇને 1,469 રૂપિયા બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 315 ક્વિન્ટલ કપાસની આવક થઇ હતી.

અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 547 રૂપિયાથી લઇને 565 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 500 રૂપિયાથી લઇને 637 નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 318 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2,890 રૂપિયાથી લઇને 3,375 રૂપિયા નોંધાયો હતો.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ 3,100 રૂપિયાથી લઇને 3,205 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં 125 કવીંટલ તલની આવકનો થઈ હતી.સોયાબીનનો ભાવ 935 થી 946 રૂપિયા બોલાયો હતો. 12 ક્વિન્ટલ સોયાબીનની આવક થઇ હતી.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મરચાની હરાજી કરવામાં આવી હતી. મરચાનાં 1560 થી 3,300 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો. યાર્ડમાં 4 ક્વિન્ટલ મરચાની આવક થઇ હતી. અમરેલી યાર્ડમાં મરચાની આવક શરૂ થઇ છે. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે. અમરેલી યાર્ડમાં ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન વગેરે જણસીના સારા ભાવ મળ્યાં હતાં.


Share to ....: 308    


Most viewed


Short Message Board

Weather Forecast India

Visiter's Status

Visiter No. 33509404

Saying...........
Pro is to con as progress is to Congress.





Cotton Group