હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસનાં ઐતિહાસિક ભાવ, ખેડૂતોમાં ખુશીની લહેર

જામનગરમાં આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં જણસીની પુષ્કળ આવક નોંધાઇ હતી. તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યાં હતાં. યાર્ડમાં કપાસનાં સીઝનનાં સૌથી ઊંચા ભાવ રહ્યાં હતાં. યાર્ડમાં એક મણ કપાસના ભાવ 1700 રૂપિયા રહ્યાં હતાં. -


March 11, 2024 જામનમગર: જામનગર ખાતે આવેલું હાપા માર્કેટિંગ યાર્ડ જિલ્લાના અન્ય યાર્ડની સરખામણીએ સારા ભાવ માટે પ્રખ્યાત છે. આજે કપાસ, ધાણા, જીરું, લસણ ઉપરાંત અજમો અને મરચા સહિતના પાકની જંગી આવક નોંધાઇ રહી છે. ખાસ છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ સૌથી વધુ જણસીની આવક નોંધાઇ હતી. જામનગર યાર્ડમાં 2202 ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા. યાર્ડમાં 89,447 મણ જુદી જુદી જણસીની આવક થઇ હતી. વધુમાં કપાસના આ સીઝનના સૌથી વધુ ભાવ મળતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.

કપાસના ભાવે ખેડૂતોને રાજીના રેડ કરાવ્યા હતા. કારણ કે, સીઝનના આજે સૌથી વધુ ભાવ જોવા મળ્યા હતા. કપાસના 1210 રૂપિયાથી માંડી 1700 રૂપિયા જેવા ભાવ મળ્યા હતા. 9,323 મણ કપાસની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત જીરુંની જંગી આવક નોંધાઈ હતી.

533 ખેડૂતો જીરું વેચવા માટે આવતા યાર્ડમાં 15,087 મણ જીરું ઠલવાયું હતું અને ભાવ 3000 રૂપિયાથી માંડી 5390 રૂપિયા જેવા રહ્યા હતા. 2575 રૂપિયાથી લઈ 3890 રૂપિયાના ભાવે અજમો વેચાયો હતો. સારા ભાવ મળતા ખેડૂતો અજમો વેચવા માટે પ્રોત્સાહિત થયા છે. બીજી બાજુ 734 ગુણી અજમાની ભૂસી પણ ઠલવાઈ હતી.

ડુંગળીના ભાવમાં હજુ પણ કકડાટ યથાવત છે આજે 50 રૂપિયાથી લઇ 385 રૂપિયા મણ દીઠ ડુંગળીના સોદા પડ્યા હતા. તેમજ રાયડો 800 રૂપિયાથી લઈને 940 રૂપિયા અને મગફળી 900 રૂપિયાથી 1165 રૂપિયાના ભાવે વેચાઈ હતી. આ ઉપરાંત ચણાના 1000 રૂપિયા 1395 રૂપિયા ભાવ મળ્યા હતા. આમ જામનગર યાર્ડ કુલ 36270 ગુણી જણસીની આવક થઈ હતી. જામનગર યાર્ડમાં લસણના ભાવ 1100 થી માંડી 2260 રૂપિયા બોલાઈ રહ્યા છે. 885 મણ લસણની આવક થઈ હતી. વધુમાં મરચાના 900 રૂપિયાથી લઈ 2650 રૂપિયાના ભાવે મરચાના સોદા પડ્યા હતા.


Share to ....: 171    


Most viewed


Short Message Board

Weather Forecast India

Visiter's Status

Visiter No. 32877890

Saying...........
One man plus courage is a majority.





Cotton Group