Vadodaraના વાઘોડિયામાં કમોસમી વરસાદ; ડાંગર, કપાસ સહિતના પાકો નિષ્ફળ જતાં ખેડૂતો થયા ચિંતિત

વડોદરા જિલ્લાના વાઘોડિયા પંથકમાં ફરી એકવાર કમોસમી વરસાદની શરૂઆત થતાં ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. -


November 02, 2025 વડોદરા જિલ્લાના વાઘોડિયા પંથકમાં ફરી એકવાર કમોસમી વરસાદની શરૂઆત થતાં ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે રોડ-રસ્તા પર પાણી વહેતા થયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. કમોસમી માવઠાના કારણે સૌથી મોટી અસર ખેતીના પાકો પર પડી છે. વાઘોડિયા પંથકના ખેડૂતોએ ભારે મહેનતથી ઉગાડેલા ડાંગર, તુવેર, કપાસ અને દિવેલા સહિતના પાકોને આ સતત વરસતા વરસાદથી વ્યાપક નુકસાન થયું છે.

વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા
ઘણા ખેતરોમાં તૈયાર થયેલો પાક લણણી માટે તૈયાર હતો અથવા ખુલ્લામાં પડ્યો હતો. જે વરસાદી પાણીમાં પલળી જતાં નિષ્ફળ જવાની આરે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. કારણ કે પાણી ભરાઈ જવાથી છોડ નમી ગયા છે અને પાકને બચાવવો મુશ્કેલ બની ગયો છે. કપાસ અને તુવેરના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.

ડાંગર, તુવેર, કપાસના પાકો વરસાદથી નિષ્ફળ
જગતનો તાત હવે સરકાર સમક્ષ સહાય માટે આશા રાખીને બેઠો છે. વાઘોડિયામાં બપોર પછી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ ખેડૂતો માટે આ ઠંડક રાહત નહીં પણ આફત લઈને આવી છે. રોડ-રસ્તા પર પાણી વહેતા થવાથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખેતીના પાકો નિષ્ફળ જવાથી ખેડૂતો હવે સરકાર દ્વારા ઝડપી સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.


Share to ....: 25    


Most viewed


Short Message Board

Weather Forecast India

Visiter's Status

Visiter No. 40265109

Saying...........





Cotton Group